• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

વિરાટ-રોહિતે કરી સચિન-દ્રવિડની બરાબરી

સાથે સૌથી વધુ મેચ રમવામાં સંયુક્ત રીતે પહેલા ક્રમાંકે પહોંચ્યા રોહિત-કોહલી

સિડની, તા. 25 : વિરાટ કોહલી અને રોહિત શર્માએ સિડનીમાં સાથે 391મો ઈન્ટરનેશનલ મેચ રમ્યો તો. ભારત માટે આ બન્ને સંયુક્ત રીતે સૌથી વધારે મુકાબલા સાથે રમનારા ખેલાડી બન્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ મામલે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની બરાબરી કરી છે.

અત્યારસુધી ભારત માટે સૌથી વધારે ઈન્ટરનેશનલ મેચ સાતે રમનારા ખેલાડી સચિન અને રાહુલ દ્રવિડ હતા. આ બન્નેએ સાથે 391 મુકાબલા રમ્યા છે. જો કે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સંયુક્ત રીતે પહેલા ક્રમાંકે પહોંચી ગયા છે. એક મેચ બાદ જ રેકોર્ડ પણ તૂટી જશે.

ભારત માટે સૌથી વધુ મુકાબલા સાથે રમનારી ત્રીજી જોડી રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીની છે. બન્ને દિગ્ગજોએ ભારત માટે સાથે 369 મુકાબલા રમ્યા છે. સચિન અને કુંબલેની જોડી પણ સાથે 367 મુકાબલા રમવામાં સફળ રહી છે. આ જોડી ચોથા ક્રમાંકે છે. સચિન અને ગાંગુલીની જોડી પાંચમા ક્રમાંકે છે. બન્નેએ સાથે 341 મેચ રમ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક