ગઢડા, તા.26: ગઢડા(સ્વામીના) તાલુકાના વીરડી અને કાપરડી ગામોમાં અગાઉ લોકોએ ધરતીકંપનો અનુભવ કર્યો હતો. તેમજ રાજકોટ નજીકના ગોંડલ પંથકમાં પણ ગતરોજ ધરતીકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી. ત્યારબાદ આજે ફરી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા બપોરે લોકોએ ધરતીકંપ અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે
ગઢાળી ગામના આગેવાન સુખદેવાસિંહ ગોહિલે જણાવ્યા મુજબ બપોરે 4-17 કલાક આજુબાજુ થોડીક
સેકંડ માટે ગઢાળી અને બાજુના વનાળી ગામના લોકોએ ધરતીકંપનો અનુભવ કર્યો હતો. તેમજ જમીન
નીચેથી કંપન સાથે અવાજનો અનુભવ થયો હતો. આ બાબતે ગઢડા મામલતદાર સિદ્ધરાજાસિંહ વાળાને
પણ જાણ કરતા જીલ્લા અને પ્રાદેશિક ડિઝાસ્ટર કક્ષાએ જાણ કરી હોવાનું જણાવા મળ્યું હતું.