ઈસ્લામાબાદ, તા. 25 : પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર રહી હતી. લાહોરમાં રમાયેલી શ્રેણીનો પહેલો ટેસ્ટ મેચ પાકિસ્તાને 93 રને જીત્યો હતો. જ્યારે રાવલપિંડી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે જીત મેળવી હતી. ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને પોતાની ટીમ માટે સૌથી વધારે 170 રન કર્યા હતા.
આ ટેસ્ટ
શ્રેણીની સમાપ્તિ પછી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની ખુબ જ ચર્ચા થઈ રહી છે. પીસીબીએ ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને
પ્લેયર અફેર્સ માટે કન્સલ્ટન્ટ નિયુક્ત કર્યો છે. આ નિર્ણય અભુતપુર્વ છે કારણ કે પહેલી
વખત કોઈ ટીમના કેપ્ટનને બોર્ડમાં પ્રશાસનિક જવાબદારી સોંપવામાં આવી છે. જો કે પીસીબીએ
સ્પષ્ટ નથી કર્યું કે શાન મસૂદ ટેસ્ટ કેપ્ટન રહેશે કે બન્ને જવાબદારી એકસાથે સંભાળશે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ખેલાડીની નવી ભૂમિકાની જવાબદારી પીએમ શહબાઝ શરીફ તરફથી આયોજીત
ડીનર દરમિયાન કરવામાં આવી હતી. આ ડીનર દક્ષિણ આફ્રિકાની ટીમના સન્માન માટે આયોજીત કરવામાં
આવ્યું હતું.
પીસીબી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડાયરેક્ટરના પદ માટે આવેદન મગાવી રહ્યું છે. આ પદ વર્તમાન સમયે
ખાલી છે. માનવામાં આવે છે કે મસૂદ વર્તમાન સમયે અસ્થાયી રીતે કન્સલ્ટન્ટના રૂપમાં ભૂમિકા
ભજવશે. પીસીબી દ્વારા હજી સુધી આ મામલે કોઈ નક્કર જાણકારી જારી કરવામાં આવી હતી.