વાંકાનેર, તા.રપ: વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર સામે રોડ પર દિવાળીની મોડીરાત્રીના મિત્રના ઝઘડામાં સાથે ગયેલ ર0 વર્ષીય પ્રફુલ્લભાઈ કેરવાડિયા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને ઘટના સ્થળે તથા વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વાંકાનેર સીટી પીઆઈ એચ.એ.જાડેજા અને તેમની ટીમ દ્વારા આ બનાવમાં સંડોવાયેલા આરોપી 1. સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, ર. ઋત્વિક જગદીશભાઈ કોળી, 3. અનિલ રમેશભાઈ કોળી અને 4. કાનો દેગામાને ગત તા.ર3ના રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાપરા વાસુકી દાદાના મંદિર સામે ઘટના સ્થળે તથા જીનપરા જકાતનાકા ખાતે લઈ જઈ જાહેરમાં સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું. આ તકે આરોપીઓની ચાલ પરથી પોલીસે તમામને બરોબર કાયદાનું ભાન કરાવ્યાનો ભાસ થયો હતો.