બુધવારે ગુવાહાટીમાં ઇંગ્લેન્ડ-આફ્રિકા વચ્ચે ટક્કર
નવી
દિલ્હી તા.26: આઇસીસી મહિલા વન ડે વર્લ્ડ કપના સેમિ ફાઇનલની ચાર ટીમ ફિકસ થઇ ચૂકી છે.
ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ સેમિ ફાઇનલ માટે કવોલીફાય
થઇ છે. વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગઇકાલે તેના આખરી મેચમાં દ. આફ્રિકાને હાર આપી
પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. તે અપરાજિત રહીને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે. જયાં
તેની ટકકર યજમાન દેશ ભારતની ટીમ સામે થશે. ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાને રહી
છે. આથી પહેલા અને ચોથા નંબરની ટીમ વચ્ચે બીજો સેમિ ફાઇનલ મેચ નવી મુંબઇના ડીવાય પાટીલ
સ્ટેડિયમ ખાતે 30મીએ ગુરૂવારે રમાશે. બીજા અને ત્રીજા નંબરની ટીમ ઇંગ્લેન્ડ-આફ્રિકા
વચ્ચે પહેલો સેમિ ફાઇનલ મુકાબલો રમાશે. જે ગુવાહાટી ખાતે બુધવારે રમાશે. આ મેચમાં વરસાદના
વિઘ્નની સંભાવના છે.
મહિલા
વન ડે વિશ્વ કપની ખાસ વાત એ છે કે સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા
છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વિશ્વ કપમાં અત્યાર સુધી નોકઆઉટ રાઉન્ડમાં 3
ટકકર થઇ છે. જેમાં બે મેચમાં ઓસ્ટ્રેલિયાનો અને એક મેચમાં ભારતનો વિજય થયો છે. જયારે
સાઉથ આફ્રિકા-ઇંગ્લેન્ડ મહિલા ટીમની નોકઆઉટ રાઉન્ડમાં બે ટકકર થઇ છે. જે બન્ને ઇંગ્લેન્ડના
પક્ષમાં રહી છે.