• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ન્યૂઝિલેન્ડ 317માં સમેટાયું, બાંગ્લાદેશને 205*ની સરસાઈ

સિલહેટ (ઢાકા), તા.30 : ન્યૂઝિલેન્ડની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે અને અહીં રમાઈ રહેલા પહેલા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશે ર0પ રનની સરસાઈ મેળવી મજબૂત સ્થિતિમાં હતું.

આ પહેલા ન્યૂઝિલેન્ડની ટીમે પોતાની પહેલી ઇનિંગ ર17માં સમેટાઈ જતાં 7 રનની મામૂલી સરસાઈ મેળવી હતી. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં પહેલી ઇનિંગમાં 310 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર ત્રીજા દિવસના અંતે 3 વિકેટે ર1ર હતો. નજમુલ હોસેન શાન્તો 104 અને મુસફીકૂર રહીમ 43 રને અણનમ રહ્યા હતા. ઓપનર મહમુદુલ 8 રને રન આઉટ થયો હતો. ઝાકિરે 17 અને હકે 40 રન બનાવી રન આઉટ થયો હતો. એક માત્ર વિકેટ એઝાઝ પટેલે ઝડપી હતી. આ ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડના સુકાની અને ઝડપી બોલર ટિમ સાઉથીએ ર000 ટેસ્ટ રન પૂરા કરી મહાન ઓલરાઉન્ડર રિચર્ડ હેડલી અને ડૈનિયલ વિટોરી બાદ આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી બન્યો છે. પહેલી ઇનિંગમાં તેણે 3પ રન બનાવ્યા હતા.

Budget 2024 LIVE