• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

તળાજા: ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી, લૂંટ ચલાવાઈ

તળાજા, તા.10: તળાજા નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર પસ્વી ગામ પાસે પ્રસંગમાં આવેલી કાર રોડની સાઈડમાં ઉભી હતી ત્યારે પાછળથી આવેલી મર્સિડીઝ કાર અથડાતા પ્રસંગમાં આવેલી કાર સાથે આવેલા અન્ય સાતથી આઠ લોકોએ મર્સિડીઝમાં ધોકા પાઈપથી તોડ ફોડ કરી ઘરેણા અને રોકડની લુંટ ચલાવી હતી. બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ હતી.

   પ્રાપ્ત વિગતો મુજબ તળાજા નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર પસ્વી ગામ નજીક પ્રશંગમાં આવેલી અર્ટિકા કાર રોંગ સાઈડમાં ઉભી હતી ત્યારે પાછળથી આવેલી મર્સિડીઝ કારે અર્ટિકા કારના દરવાજામાં ઠોકર મારતા અર્ટિકા કારના ચાલક સહીત અન્ય સાત જેટલા લોકોએ મર્સિડીઝ કારના ચાલક હિતેશ જેસાભાઈ સોલંકી (ઉં.વ.27)ને માથાના ભાગે સળીયો ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી અને કારમાં તોડ ફોડ કરી નુકસાની કરેલી હતી. આ બાબતે કાર ચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સામે પક્ષે અર્ટીકાના ડ્રાઈવર વિજેશ જીમાભાઈ વાઘેલાએ પણ પોતાની કારમાં નુકસાન થયા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હિતેશભાઈ સોલંકીએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આરોપીએ કારમાં તોડ ફોડ કરી દાગીના તથા 50 હજાર રોકડની લૂંટ ચલાવી હતી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવહી

હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026