પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે
સુરત, તા.10 : સુરતના હરીપુરા
વિસ્તારની એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હરીપુરા સોય શેરી વિભાગ-1માં રહેતા
એક જ પરિવારનાં માતા-પિતા અને માસુમ પુત્રનુ શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજતાં ચકચાર મચી
જવા પામી છે. આજે ત્રણેયના મૃતદેહ ઘરના અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. બનાવ અંગે જાણ
થતાં ઉચ્ચાધિકારી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામૂહિક આપઘાત કે અન્ય કારણોસર મૃત્યુ નીપજ્યાં હોવાની શંકા સેવાઈ
રહી છે. જેને પગલે પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ
ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
મળતી માહિતી મુજબ હરીપુરા સોય
શેરી વિભાગ-1ના સૈયદ પેલેસના ત્રીજા માળે રહેતા એક જ પરિવારના પિતા ફૈઝ અહેમદ(ઉં.36),
માતા મુબીના અહેમદ(ઉં.32) અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનું શંકાસ્પદ રીતે મૃત્યુ
નીપજતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના
સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં ત્રણેયના મૃતદેહ અલગ અલગ રૂમમાંથી
મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામૂહિક આપઘાત કે ગૂંગળામણના કારણે ત્રણેયનાં મૃત્યુ
નીપજ્યાની શંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદીની
યાત્રા કરીને પરત આવ્યો હતો. બનાવને પગલે પોલીસે ત્રણેયના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ
અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયનાં મૃત્યુનું
કારણ સ્પષ્ટ થશે.