• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

હેટમાયરની 22 દડામાં ફિફટી : રોમારિયોની હેટ્રિક ઈડનમાં વેસ્ટ ઇન્ડિઝે સ્કોટલેન્ડને 35 રને હરાવ્યું

વેસ્ટ ઇન્ડિઝ 182/5

સ્કોટલેન્ડ 147/10

કોલકત્તા, તા.7 : શનિવારે કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાયેલા ટી ર0 વર્લ્ડકપના બીજા મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે સ્કોટલેન્ડને 3પ રને હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝના પ વિકેટે 18ર રનના જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 147માં સમેટાઈ ગઈ હતી.

વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમાયરે સ્કોટલેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડયો હતો. સ્ટાર ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે 17મી ઓવરમાં મેથ્યુ ક્રોસ, માઇકલ લિસ્ક અને ઓલિવર ડેવિડસનને એક પછી એક આઉટ કરીને ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી હેટ્રિક સાથે કુલ પ વિકેટ ઝડપી હતી. હેટમાયરે માત્ર 22 બોલમાં અડધી સદી પૂરી કરીને ઇતિહાસ રચતાં પૂર્વ ખેલાડી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડયો હતો. ગેલે 2009ના ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઇન્ડિઝે 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ બાટિંગ કરવાનો નિર્ણય લેતા ઓપનર બ્રાન્ડન કિંગે 35 રન અને કેપ્ટન શાઈ હોપે 19 રનનું યોગદાન આપ્યું હતુ. બન્નેએ પ્રથમ વિકેટ માટે 54 રન ઉમેર્યા. નવમી ઓવરમાં આવેલા હેટમાયરએ 14મી ઓવરમાં છગ્ગા સાથે અડધી સદી પૂર્ણ કરી. તેણે રોવમેન પોવેલ (24) સાથે ત્રીજી વિકેટ માટે 81 રન અને શેરફેન રૂથરફોર્ડ (26) સાથે ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક