પોરબંદર, તા.10 : પોરબંદરમાં એક કરોડ 42 લાખની જમીનની છેતરાપિંડીના ગુનામાં ત્રણ આરોપીના આગોતરા જામીન મંજૂર થયા હતા જેઓને પોલીસે અટકાયત કરીને મુક્ત કર્યા હતા.
આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી
ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લખાણ કરી જમીન ખરીદી જમીનના
રૂપિયા ફરિયાદીનાં ખાતામાંથી ઉપાડી લઈ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીંડી કરી
ગુનો કરેલો હતો જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાની તપાસ પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા
એલ.સી.બી.ને સોંપવામાં આવેલી હતી.
ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને
લઈ આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલી હોય જે અંગે ગુનાના પકડાવના
બાકી આરોપી રાજાભાઈ જખરાભાઈ ભુતિયા, કિશોરભાઈ હાજાભાઈ આંત્રોલિયા, વજશી આલાભાઈ ઓડેદરાને
પોરબંદરના એડિશનલ સેસન્શ કોર્ટ આગોતરા જમીન હુકમ અન્વયે ત્રણેય આરોપી હાજર થતાં આરોપીઓને
ઉપરોક્ત ગુનાનાં કામે ધોરણસર અટક કરી ગુના સંબંધે જરૂરી પૂછપરછ કરી કાયદેસર કાર્યવાહી
હાથ ધરી હતી.