• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ચેમ્પિયન ટીમને 7.5 કરોડનું રોકડ ઇનામ

U-19 વિશ્વકપમાં અજેય ભારતીય ટીમ પર વરસ્યું BCCI

નવી દિલ્હી, તા.7 : ભારત અંડર-19 વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી રહ્યું છે. દરમિયાન બીસીસીઆઈએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂ.7.5 કરોડના રોકડ ઇનામની જાહેરાત કરી છે. ભારતે 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહી હતી.

આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ટીમની જીત પછી બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ઇનામની પુષ્ટિ કરી અને ટીમના ઉત્તમ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આખો દેશ અને બીસીસીઆઈ અમારી અંડર-19 ટીમની જીત પર ગર્વ અનુભવે છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડનો જે રીતે પરાજય થયો અને સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમનો અપરાજિત સિલસિલો આપણા બધા માટે ગર્વની વાત છે. ક્રિકેટ બોર્ડ ટીમને રૂ.7.5 કરોડનું રોકડ ઇનામ આપશે.

ઇ-પેપરના નવા શુલ્ક