36 લાખ રૂપિયા પડાવનાર ઠગ ઝડપાયો : બે દિવસના રિમાન્ડ મંજૂર, 40થી વધુ લોકો બન્યા શિકાર
પાલિતાણા, તા.21: પવિત્ર તીર્થનગરી
પાલિતાણામાં સરકારી નોકરી અપાવવાના બહાને સામાન્ય વર્ગના લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ
આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બે શખસે બેંક, પોસ્ટ, રેલવે અને અન્ય સરકારી
કચેરીઓમાં નોકરીના ખોટા કોલ લેટર આપીને ભોગ બનનારાઓ પાસેથી રોકડ તથા ગુગલ પે દ્વારા
લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલો ધ્યાને આવતા પાલીતાણા માર્કાટિંગ યાર્ડના ડિરેક્ટરે
ઉઢજઙનો સંપર્ક કર્યો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ
કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે બીજો આરોપી ફરાર
થઈ ગયો છે.
આ સમગ્ર પ્રકરણની તપાસમાં હીરાઘસુ,
મજૂરો અને સામાન્ય વર્ગના અંદાજે 40થી 50 લોકો ઠગાઈનો ભોગ બન્યા હોવાનું ખૂલ્યું છે,
જેમાં એકલા જેસર તાલુકામાં જ 22 લાખ રૂપિયાની છેતરાપિંડી થઈ હોવાની માહિતી મળી છે.
પોલીસે અમિતભાઈ ગેમલભાઇ જાડેજાની ફરિયાદના આધારે મુખ્ય આરોપી પ્રદીપભાઈ કિરીટભાઈ ઝાલાની
ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા બીજા આરોપી બળદેવભાઈ રમેશભાઈ રાઠોડ ને
ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે ઉઢજઙ મિહિર બારીયા અને પાલીતાણા માર્કાટિંગ
યાર્ડના ડિરેક્ટર ભગીરથાસિંહ સરવૈયા દ્વારા પાલિતાણા, ગારિયાધાર તથા જેસર વિસ્તારના
અન્ય ભોગ બનનાર શખ્સોને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી
છે.