• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

વિરપુરમાં લોભામણી સ્કીમોના નામે 99.29 લાખની છેતરાપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

 -‘જય જલારામ માર્કેટીંગ અને સહકારી મંડળીના નામે રોકાણકારોને પાકતી મુદતે રકમ કે મોટરસાઇકલ આપી આચર્યો મોટો વિશ્વાસઘાત

 

વિરપુર, તા.22 યાત્રાધામ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ લોભામણી બચત તથા ઈનામી યોજનાઓ ચલાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી પાકતી મુદતે પરત નહીં આપવાના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને વિરપુર પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડÎ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ વિવિધ સ્કીમોના નામે રોકાણકારોને ઊંચા વળતર, વ્યાજ તેમજ મોટરસાઇકલ આપવાની લાલચ આપી અંદાજે રૂ. 99,29,550/- ની માતબર રકમ એકત્ર કરી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયાસિંહ ગુર્જર તથા ડીવાયએસપી આર.. ડોડિયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસે લોભામણી સ્કીમો ચલાવનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ દ્વારાજય જલારામ માર્કેટીંગ નામે 40 મહિના સુધી દર મહિને રૂ. 1,000 ભરાવી પાકતી મુદતે રૂ. 50,000 અથવા મોટરસાઇકલની લાલચ આપવામાં આવતી હતી. ઉપરાંત, ‘જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ નામે દૈનિક બચત યોજનાઓ ચલાવી રોજના રૂ. 100થી રૂ. 500 જમા કરાવી 6 ટકા વ્યાજ આપવાની તેમજજે.કે  એમ એમ ઓટો કન્સલટન્સી નામે પણ આવી ડ્રો સ્કીમો ચલાવવામાં આવી હતી.

રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા મેળવ્યા બાદ પાકતી મુદતે નાણાં પરત નહીં આપી તેનો અંગત ઉપયોગ કરવામાં આવતા સમગ્ર મામલે વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રાઈઝ ચીટ્સ એક્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન વિરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. રાઠોડ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુભાઈ ભલુભાઈ ઉર્ફે લાલભાઈ મેવાડા (રહે. અમદાવાદ)ને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ વડોદરા સીઆઈડી ક્રાઇમ, અમદાવાદ સીઆઈડી ક્રાઇમ, સુરેન્દ્રનગર, ઈડર અને રાજકોટ સીઆઈડી  ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ છેતરાપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે

આવ્યું છે.

સફળ કામગીરી કરનાર વિરપુર પોલીસ ટીમ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે વિરપુર પોલીસ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની વધુ વળતર, ઊંચા વ્યાજ કે મોટરસાઇકલ જેવી લોભામણી સ્કીમોની લાલચમાં આવીને રોકાણ કરવું નહીં. જો આવી કોઈ શંકાસ્પદ સ્કીમ અંગે માહિતી મળે, તો તુરંત વિરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026