• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ચરાડવાની મિલમાંથી રૂ. 10 લાખના જીરૂની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ 4 શખસ ઝડપાયા

 હળવદઃ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં મોરબી હાઈ વે પર ભવાની ઓઈલ મિલના ગોડાઉનમાંથી થયેલી રૂ.10.64 લાખની જીરૂનીં ચોરીનો ભેદ ઉકેલી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફે ચાર શખસને મુદામાલ સાથે ઝડપી લીધા છે. ત્રણ શખસ હજુ

ફરાર છે.

ચરાડવા સીમમાં આવેલી બંધ ભવાની ઓઈલ મિલના ગોડાઉનમાં ફરિયાદી ઘનશ્યામભાઈ પઢીયાર અને તેના ચાર ભાઈઓની સંયુક્ત ખેતીની ઉપજના જીરૂ ભરેલા 102 બાચકા (વજન 280 મણ) કિંમત રૂ.10,64,000 રાખ્યા હતા. ગત તા.15 ના રોજ કોઈ અજાણ્યા શખસો ગોડાઉનનો પાછળનો દરવાજો તોડી સમગ્ર જથ્થો વાહનમાં ભરી ચોરી કરી ગયા હતા.

હળવદ પોલીસમાં ફરિયાદ બાદ એલસીબી પીઆઈની આગેવાનીમાં  પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. બાતમીના આધારે  ચરાડવા રોડ પર આઈટીઆઈની સામે વીજ સબ સ્ટેશન પાછળ આવેલા દેવીપૂજકના ઝૂંપડા પાસે વોચ ગોઠવી તપાસ કરતા ચોરીના મુદ્દામાલ સાથે ચાર શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં સુરજભાઈ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી,સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયારાહુલ વિજયભાઈ દસકીયાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ શખસો અરાવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો અને વાઘજી દેવીપૂજક ફરાર છે.

શખસો પાસેથી ચોરીના જીરૂના 92 બાચકા, વજન 231 મણ, કિં. રૂ. 8,77,800, ગુનામાં વપરાયેલ વાહન બોલેરો મેક્સી ટ્રક કિં. રૂ. ચાર લાખ સહિત રૂ.12.77 લાખનો મુદામાલ કબજે કરાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026