ઐતિહાસિક ક્ષણ અત્યંત હાઈ-વોલ્ટેજ ડ્રામા અને વિવાદોથી ઘેરાયેલી રહી
નવી
દિલ્હી, તા.21 : ભારતે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ) ઇવેન્ટમાં પ્રથમ અને ઐતિહાસિક
મેડલ જીત્યો છે. 36 વર્ષીય ભારતીય ફાઇટર સુચિકા તરિયાલે મહિલાઓની પરંપરાગત 60 કિગ્રા
કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, આ ઐતિહાસિક ક્ષણ અત્યંત હાઈ-વોલ્ટેજ
ડ્રામા અને વિવાદોથી ઘેરાયેલી રહી.
સેમિફાઇનલમાં
સિંગાપોરની ફાઇટર તેઓ હુઈ હૂન સામે સુચિકાએ કાંટાની ટક્કર આપી અને મેચ ઓવરટાઇમ સુધી
ખેંચાઈ હતી. પરંતુ જજોનો અંતિમ નિર્ણય સિંગાપોરની ખેલાડીની તરફેણમાં રહેતા સુચિકા રિંગમાં
જ ભાંગી પડી હતી. જજોના નિર્ણય સામે સુચિકાએ વાંધો ઉઠાવીને આર્બિટ્રેશનની માંગ કરી
હતી. સમીક્ષા બાદ મુકાબલાને સત્તાવાર રીતે ’ડ્રો’ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ એશિયન
મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એસોસિએશનના નિયમો અનુસાર મેચ ડ્રો થવાની સ્થિતિમાં ઓછા વજનવાળા
ફાઇટરને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. આ તકનીકી નિયમના કારણે સુચિકાને પરાજિત જાહેર
કરવામાં આવી અને તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.