• રવિવાર, 05 જુલાઈ, 2026

ઇંગ્લેન્ડના ખેલાડીઓ મેચ પહેલા લેશે વિયાગ્રા

મેક્સિકો સિટી, તા. 4 : ફીફા વિશ્વકપ 2026ના રાઉન્ડ ઓફ 16માં ઇંગ્લેન્ડ અને મેજબાન દેશોમાંથી એક મેક્સિકો વચ્ચે થનારો મુકાબલો માત્ર ફૂટબોલ જ નહીં પણ એક અનોખાં કારણે પણ ચર્ચામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓને આ મેચ પહેલાં જરૂર પડે તો વિયાગ્રા લેવાની મંજૂરી આપવામાં આવી છે. પહેલી નજરમાં ફેંસલો ચોંકાવનારો લાગી શકે છે પણ તેની પાછળ મેડિકલ કારણો છે. ઇંગ્લેન્ડના મેનેજર થોમસ ટુખેલની ટીમ 4 જુલાઈએ મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એલ્ટેકામાં ઉતરશે.

આ સ્ટેડિયમ સમુદ્રની સપાટીથી 7350 ફૂટની ઊંચાઈએ છે. આટલી ઊંચાઈએ ઓક્સિજનનું લેવલ ઓછું હોવાનાં કારણે ખેલાડીઓને જલ્દી થાક, શ્વાસ લેવામાં પરેશાની વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ પડકારને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓને વિકલ્પ આપવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026