રાજસ્થાનમાં 79 હજાર કરોડના ખર્ચે નિર્મિત રિફાઇનરીનું ઉદ્ઘાટન કરતા પીએમ
બાલોતરા,
તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશોમાં ઉચાટ
ફેલાવનાર ભીષણ યુદ્ધ વચ્ચે પણ ભારત દેશમાં ઊર્જાસંકટ આવવા નથી દીધું. ભારત સૌથી મોટાં
સંકટમાંથી ઉગરી ગયું હતું.
રાજસ્થાન
પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે પચપદરામાં લગભગ 79 હજાર કરોડ રૂપિયાના ખર્ચે
નિર્મિત રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ અવસરે
મોદી બોલ્યા હતા કે, યુદ્ધથી સર્જાયેલાં સંકટના કપરા સમયમાં દુનિયાના દેશો સાથે દોસ્તી
કામ આવી.
યુદ્ધથી
પહેલાં 25-26 દેશ પાસેથી ઇંધણ મેળવતાં ભારતને આજની તારીખે 40 દેશ ઇંધણ આપી રહ્યા છે,
તેવું તેમણે કહ્યું હતું.વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસની
સરકારોએ રાજસ્થાનનું જળસંકટ દૂર કરવા કોઇ નક્કર પગલાં ન લીધાં. અમારી સરકારે વિવાદ,
પ્રાંતવાદ વિના પાણી આપ્યું.
રાજસ્થાનના
લોકોને લાગતું હતું કે, ગુજરાત નર્મદાનાં પાણી આપશે કે કેમ, તે વખતે હું ગુજરાતનો મુખ્યમંત્રી
હતો. અહીં બહેન વસુંધરા સીએમ હતા, અમે સાથે મળીને નર્મદાનું પાણી પહોંચાડયું, તેવું
મોદી બોલ્યા હતા. વડાપ્રધાને લગભગ 400 કરોડના ખર્ચે ‘ઉડાન’ યોજના હેઠળ જોધપુરમાં નિર્મિત
નવાં એરપોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું
હતું.