• રવિવાર, 05 જુલાઈ, 2026

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી મુખ્ય બે આરોપીઓને ઝડપી લીધા

જામનગર, તા.4: જામનગરના એરફોર્સ રોડ પર આવેલી ન્યૂ ઇન્દિરા કોલોની નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેન્ટિંગ કામ સાથે જોડાયેલા જયંતીભાઇ વાધેલાનો પુત્ર કરણ રાત્રે પોતાના પિતા સાથે જમવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે તે નજીકની દુકાને છાશ લેવા નીકળ્યો હતો. ત્યાં સિદ્ધાર્થનગરના જીણા સુરેશભાઈ વરણ અને તેના સાથીદારો સાથે કરણને કોઈ કારણસર બોલાચાલી અને રકઝક થઈ હતી.

આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપી જીણા વરણ અને તેના સાથીઓએ કરણ પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ ગંભીર હાલતમાં લોહીલુહાણ થઈને ઢળી પડેલા કરણને પરિવારજનોએ તાત્કાલિક રિક્ષા મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને રોહીદાસ ચોક નજીકની દુકાનના ઈઈઝટ ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપીઓ હુમલો કરતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફૂટેજના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી જુદી જુદી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ આરોપી જીણો વરણ અને મુકેશ વરણને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક