નવી દિલ્હી, તા.3: ક્ષેત્રીય આતંકવાદી નેટવર્ક સામે એક મહત્ત્વનું વ્યૂહાત્મક પગલું ભરતાં ભારત અને જાપાને પાકિસ્તાનથી ઉદ્ભવતા સીમાપારનાં આતંકવાદની આકરી અને સ્પષ્ટ નિંદા કરી છે. આ ઉપરાંત સરકાર સમર્થિત સુરક્ષિત ઠેકાણા અને નાણા ભંડોળનાં માધ્યમોને પણ ખતમ કરવા માટે તાત્કાલિક વૈશ્વિક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને જાપાનનાં પ્રધાનમંત્રી સનાએ નાકાઈચી વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટ
બાદ જારી સંયુક્ત નિવેદન અનુસાર બન્ને દેશોએ દક્ષિણ એશિયામાં આતંકવાદનાં વધતા ખતરા
સામે મજબૂત અને સંગઠિત વલણ અપનાવ્યું છે. આમાં પહલગામ આતંકવાદી હુમલાની કઠોર શબ્દોમાં
આલોચના થઈ છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં નિરીક્ષણ માટેની ટીમનાં તે અહેવાલનું
સંજ્ઞાન પણ લેવામાં આવ્યું હતું જેમાં આ હુમલા પાછળ ટીઆરએફનો હાથ હોવાનું કહેવામાં
આવ્યું હતું. બન્ને વડાપ્રધાને સંયુક્તરાષ્ટ્રની યાદીમાં સામેલ તમામ આતંકી જૂથો અને
તેનાં સહયોગીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આતંકવાદ
ચાલશે ત્યાં સુધી સિંધુ સંધિ સ્થગિત રહેશે
નવી
દિલ્હી, તા.3: પહલગામ આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર ઉપરાંત ભારત સરકારે સિંધુ જળ
સંધિને સ્થગિત કરી દીધી હતી. જેનાથી પાણી માટે તરફડતું પાકિસ્તાન છેલ્લા ઘણાં વખતથી
આ મુદ્દાને સતત ભારતને એલફેલ ધમકીઓ આપી રહ્યું છે. આવી ધમકીઓનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રણધીર જયસ્વાલે સરકારનો અભિગમ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે આ મુદ્દે ભારતનું
વલણ હંમેશાં એકસરખું રહ્યું છે. આતંકવાદ ચાલશે ત્યાં સુધી જળસંધિ સ્થગિત જ રહેશે. વિદેશ
મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, સિંધુ જળ સંધિ અંગે ભારતનું વલણ સ્પષ્ટ
અને અડગ છે. પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી
સિંધુ જળ સંધિ હાલમાં સ્થગિત છે.