• શનિવાર, 04 જુલાઈ, 2026

સુરતમાં ભિક્ષાવૃત્તિ અને બાળ મજૂરીમાં સંકળાયેલા 183 બાળકનું રેસ્ક્યૂ કરાયું બાળ મજૂરો રાખતી 6 સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત, તા.3: સુરત પોલીસ દ્વારા ઓપરેશન બચપન અંતર્ગત બાળ મજૂરી અને ભિક્ષાવૃતિમાં જોડાયેલા કુલ 183 માસૂમ બાળકોનું સફળ રેસ્ક્યૂ કરાયું છે.

સુરત મહિલા સેલ દ્વારા શહેરના પોલીસ મથકોની શી ટીમ અને ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસરનુ સંકલન કરી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટ્રાફિક સિગ્નલ સહિતની જગ્યાઓએ ભીખ માંગતા હોય તેવા કુલ 122 બાળકને તથા ભિક્ષાવૃતિની પ્રવુતિમાં સંકળાયેલા હોય એવા 7 વ્યસ્કનું રેસ્ક્યૂ કર્યું છે. તેઓનું કાઉન્સાલિંગ કરીને તેઓ પાસે બળજબરીથી ભીખ માગવાનું કે કોઈ ઓર્ગેનાઈઝેશન દ્વારા બાળકોનો ઉપયોગ થતો હોય તેવી માહિતી મેળવવાની તપાસ શરૂ છે. જે માતા-િપતા બાળકોના પુરાવા રજૂ કરે તેઓની ખાતરી કરી બાળકો પાસે ફરી ભીખ નહીં મગાવાની કાઉન્સાલિંગ કરીને તેઓને બાળક સોંપવામાં

આવશે.

જે બાળકોના માતા-િપતા નથી તેઓને સંસ્થામાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલનમાં રહી તેઓના અભ્યાસ બાબતેના નિર્ણય લેવા કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે વ્યક્તિઓ બાળકો પાસેથી ભીખ મંગાવાનું ગેરકાયદેસર કૃત્ય કરાવતાં હોય તેમની વિરુદ્ધ ગુના દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. આ સાથે જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રીતે મળી 16 સ્થળે દરોડો પાડી 61 બાળ શ્રમિકનું રેસ્ક્યૂ કરી બાળ મજૂરો રાખતી 6 સંસ્થા વિરુદ્ધ એફઆરઆઈ કરવામાં આવી છે. મુક્ત કરાયેલા તમામ બાળકોની પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજ દિન સુધી 19 બાળકનું સર્વ શિક્ષા અભ્યાન હેઠળ શૈક્ષણિક પુનર્વસન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક