• શનિવાર, 04 જુલાઈ, 2026

સ્પેન, પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડની આગેકૂચ

રોનાલ્ડોએ ક્રોએશિયા સામેના મેચમાં વિશ્વકપ નોકઆઉટમાં પહેલો ગોલ કરી ઈતિહાસ રચ્યો : યમાલની રમતે ઓસ્ટ્રિયન ડિફેન્સને પરેશાન કર્યું

નવી દિલ્હી, તા. 3 : ફીફા વિશ્વકપમાં રાઉન્ડ ઓફ 32 તબક્કો નિર્ણાયક વળાંકે પહોંચી ગયો છે. ગુરૂવારે રમાયેલા મુકાબલામાં સ્પેન, પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડે શાનદાર જીત નોંધાવીને અંતિમ-16માં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. એક તરફ 41 વર્ષિય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચતા વિશ્વકપના નોકઆઉટ ચરણમાં પોતાનો પહેલો ગોલ કર્યો હતો. બીજી તરફ 18 વર્ષિય સ્ટાર લામિન યમાલે શાનદાર રમતથી ઓસ્ટ્રિયાની આશા ઉપર પાણી ફેરવ્યું હતું. સ્વિત્ઝરલેન્ડે અલ્જીરિયાને હરાવીને અંતિમ-16મા જગ્યા બનાવી હતી.

લોસ એન્જલસ સ્ટેડિયમમાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0થી હરાવીને દાવેદારી મજબૂત કરી હતી. મેચમાં મિકેલ ઓયારજાબાલે ગોલ કરીને ગોલ્ડન બૂટની દોડ યથાવત્ રાખી હતી. જો કે સૌથી વધારે ચર્ચા યમાલની રહી હતી. જેણે પોતાની રચનાત્મક રમતથી ઓસ્ટ્રિયન ડિફેન્સને પરેશાન કર્યું હતું.

ટોરંટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેનો મુકાબલો રોમાંચક રહ્યો હતો. 53મી મિનિટે ઈવાન પેરિસિચે ગોલ કરીને ક્રોએશિયાને બઢત અપાવી હતી. બાદમાં રોનાલ્ડોનો એક ગોલ ઓફસાઈડના કારણે રદ થયો હતો અને બાદમાં વીએઆરની મદદથી પેનલ્ટી મળતા રોનાલ્ડોએ પોર્ટુગલને 1-1થી બરાબરીએ લાવ્યું હતું. આ વિશ્વકપ નોકઆઉટમાં રોનાલ્ડોનો પહેલો ગોલ હતો. બાદમાં ગોંકાલો રામોસે ગોલ કરીને પોર્ટુગલને 2-1થી બઢત અપાવી હતી.

સ્વિત્ઝરલેન્ડે રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં અલ્જીરિયાને 2-0થી હરાવીને બહાર કરી દીધું છે. સ્વિત્ઝરલેન્ડે પુરા મુકાબલામાં સંતુલિત પ્રદર્શન કર્યું હતું અને બ્રીલ એમ્બોલો અને ડેન ન્દોયેના ગોલની મદદથી અંતિમ - 16માં જગ્યા બનાવી હતી. હવે સ્વિત્ઝરલેન્ડ મંગળવારે વેંકુવરમાં જ અંતિમ-16 મુકાબલો રમશે. જેમાં તેનો સામનો કોલંબિયા અને ઘાના વચ્ચેના મુકાબલામાં વિજેતા ટીમ સાથે થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026