• શનિવાર, 04 જુલાઈ, 2026

ગુરનૂર બરારની ટેસ્ટ શ્રેણી માટે દાવેદારી

શ્રીલંકા-એ સામે ચાર વિકેટ લઈને પસંદગીકર્તાઓનું ધ્યાન ખેંચ્યું

નવી દિલ્હી, તા. 3 : ઈન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે બીજો અનૌપચારિક ટેસ્ટ મેચ ગોલના સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં ફાસ્ટ બોલર ગુરનૂર બરારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુરનૂરે શ્રીલંકા-એની પહેલી ઈનિંગમાં ચાર વિકેટ લઈને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગુરનૂરનું આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે જયારે આગામી મહિને ભારતને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

ગુરનૂર બરારે પહેલા દિવસે પવનથા વીરસિંઘેની વિકેટ લીધી હતી. જ્યારે બીજા દિવસે વધારે તરખાટ મચાવ્યો હતો. સૌથી પહેલા ચમિરા ગુણસેકરાને ધ્રુવ જુરેલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બાદમાં શ્રીલંકાના કેપ્ટન સહાન અરાચિગેને પેવેલિયન મોકલીને મોટી સફળતા અપાવી હતી. બાદમાં અસંકા મનોજને બોલ્ડ કરીને શ્રીલંકાની ઈનિંગનો અંત કર્યો હતો. હકીકતમાં ઈન્ડિયા એનો શ્રીલંકા પ્રવાસ લાંબા સમયથી પસંદગીકર્તાઓ માટે ઓડિશન માનવામાં આવે છે. તેવામાં ગુરનૂરે આ તકનો પુરો ફાયદો ઉઠાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026