• રવિવાર, 05 જુલાઈ, 2026

પાકિસ્તાનના ગ્વાદરમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ પર BLAનો આત્મઘાતી હુમલો

30થી વધુ સૈનિકોનાં મૃત્યુ

ઈસ્લામાબાદ, તા.4 : પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ દાવો કર્યે છે કે તેના લડવૈયાઓએ ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ્સના એક મોટા કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યે છે. સંગઠનનો દાવો છે કે આ ભીષણ હુમલામાં પાકિસ્તાનના 30થી વધુ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા છે અને અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાને કારણે સમગ્ર પાકિસ્તાની સૈન્ય અને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ‘ધ બલૂચિસ્તાન પોસ્ટ’ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી સ્વીકારતા બીએલએના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું છે કે આ ઓપરેશનને સંગઠનની સૌથી ઘાતક અને ખાસ આત્મઘાતી યુનિટ ‘માજિદ બ્રિગેડ’ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલો જીવાનીના પનવાન વિસ્તારમાં આવેલા કોસ્ટ ગાર્ડ્સના વ્યૂહાત્મક કેમ્પ પર થયો હતો. સંગઠને આને ‘િફદાયીન’ હુમલો ગણાવતા કહ્યું કે તેમના લડવૈયાઓ ભારે હથિયારો સાથે પહેલા સુરક્ષા વ્યવસ્થા ભેદીને કેમ્પની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર અને બ્લાસ્ટ કરીને આખા કેમ્પને નિશાન બનાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026