• રવિવાર, 31 મે, 2026

સેમ કરને રાજસ્થાનને આપ્યો દગો ? સંગાકારા નારાજ

નવી દિલ્હી, તા. 30 રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારાએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનના આઇપીએલમાં અંતિમ સમયે હટી જવા ઉપર નારાજગી વ્યક્ત કરી છે. આઇપીએલ ક્વોલીફાયર હાર્યા બાદ સંગાકારાએ કહ્યું હતું કે, વિદેશી ખેલાડીઓ કોન્ટ્રાક્ટનું પૂરી રીતે પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે સખત નીતિ જાળવી રાખવી જોઈએ. કરને ઈજાનો હવાલો આપીને આઇપીએલમાંથી નામ પરત ખેંચી લીધું હતું. ઇંગ્લેન્ડ પરત ફર્યા બાદ તે  ટી20 બ્લાસ્ટમાં કાઉન્ટી ટીમ તરફથી ત્રણ મેચ રમી ચૂક્યો છે. જેનાથી આઈપીએલમાંથી હટવા ઉપર સવાલ ઉઠી રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક