નવી દિલ્હી, તા. 30 : ઈરાને અમેરિકાના નવા હુમલાના જવાબમાં એક અમેરિકી સૈન્ય બેઝ ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા અમેરિકી સૈનિકો ઘાયલ થવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત બે એમક્યુ-9 રીપર ડ્રોન પણ નષ્ટ થયા છે. બન્ને દેશ વચ્ચે નાજુક યુદ્ધવિરામ હવે તૂટવા આવ્યો છે. ઈરાનની સેનાએ કહ્યું હતું કે ઈરાની દળોએ અમેરિકી બેઝને નિશાન બનાવ્યું હતું, જેણે ઈરાનના દક્ષિણી હિસ્સામાં ખાસ કરીને બંદર અબ્બાસ ક્ષેત્રમાં હુમલા કર્યા હતા.
ઈરાની સરકારી મીડિયા અનુસાર આ
જવાબી કાર્યવાહી આક્રમક અમેરિકી હુમલા સામે હતી. અમેરિકી અધિકારીઓ દ્વારા પણ હુમલાની
પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ઈરાને કુવૈતમાં
સ્થિત અલી અલ સલેમ એરબેઝ ઉપર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો.