• શનિવાર, 30 મે, 2026

ઈરાન જેવું ‘પાતાળ લોક’ તૈયાર કરી રહ્યું છે ચીન

ચીનના દૂરના રણ વિસ્તારમાં એક વિશાળ સૈન્ય પરિસર ઝડપથી તૈયારી થઈ રહ્યું છે. સુરક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પરિસર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે જો અમેરિકા ચીનના પરમાણુ હથિયારો ઉપર પહેલો હુમલો કરે તો પણ ચીન પાસે જવાબી હુમલો કરવાની પુરી ક્ષમતા રહેશે. સેટેલાઈટ ઈમેજથી જાણવા મળે છે કે ચીન પોતાની સૌથી લાંબી દુરીની મિસાઈલોના સાઈલો ક્ષેત્ર પાસે સેંકડો લોન્ચ પેડ, બંકર અને કોમ્યુનિકેશન નેટવર્ક બનાવી રહ્યું છે. આ નિર્માણ ચીનની પરમાણુ શક્તિને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું છે. તસવીરોથી જાણવા મળે છે કે પુર્વી શિનજિયાંગ પ્રાંતમાં બે અષ્ટકોણ આકારના સૈન્ય પરિસર બનાવ્યા છે. તેની ચારે તરફ કોંક્રિટના લોન્ચપેડ બનેલા છે. આ જગ્યાએ મોબાઈલ મિસાઈલ લોન્ચર, એર ડિફેન્સ સિસ્ટમ, ઈલેકટ્રોનિક વોરફેર ઉપકરણ અને સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ વગેરેનો ઉપયોગ થઈ શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક