• રવિવાર, 31 મે, 2026

7 દિવસ પછી ચોમાસું કેરળ પહોંચશે

ચોમાસું કેરળના દરિયાકાંઠે પાંચ દિવસથી 30-35 કિમી દૂર અટવાયું

કેરલ, તા.30 : દેશમાં ચોમાસાના પ્રવેશમાં વિલંબ થયો છે. હવામાન વિભાગે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે શ્રીલંકા પર ઓછા દબાણ અને તોફાની પવનોને કારણે ચોમાસું કેરળના દરિયાકાંઠે પાંચ દિવસથી 30-35 કિમી દૂર અટવાઈ ગયું છે અને આગામી બેથી ત્રણ દિવસમાં તે વધુ આગળ વધે તેવી શક્યતા નથી. કેરળના દરિયાકાંઠે ચોમાસાના પહોંચવાની સામાન્ય તારીખ 1 જૂન છે. અગાઉ, હવામાન વિભાગે 26 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, તે હવે સાત દિવસ પછી કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચશે. આનો અર્થ એ છે કે ચોમાસું અગાઉની આગાહી કરતા લગભગ 10 દિવસ મોડું દેશમાં પ્રવેશ કરશે. આઇએમડી અનુસાર, જૂન અને જુલાઈમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ ગરમીના મોજા આવવાની શક્યતા છે. આ સમય દરમિયાન તાપમાન સામાન્ય રીતે 30-35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. આ વખતે, તાપમાન 3 ડિગ્રી વધુ રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક