યાસ્તિકા અને જેમિમાની અર્ધસદી: નંદિનીએ ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપી
ચેમ્સફોર્ડ,
તા.29: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત શાનદાર વિજય સાથે કરી છે.
પહેલા ટી-20 મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમનો 38 રને સંગીન વિજય થયો હતો.
આથી ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું છે.
ભારતની
શરૂઆત નબળી રહી હતી. ઇનચાર્જ કેપ્ટન સ્મૃતિ મંધાના મેચના પહેલા દડે જ ગોલ્ડન ડક થઇ
હતી. શેફાલી (2) પણ પહેલી ઓવરમાં આઉટ થઇ હતી. આ પછી યાસ્તિકા ભાટિયાએ 40 દડામાં 9 ચોક્કા
અને 1 છક્કાથી ઝડપી પ4 રન અને જેમિમા રોડ્રિગ્સે 40 દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 69
રનની જોરદાર ઇનિંગ રમી હતી. દીપ્તિ શર્માએ ઝડપી 22 રન કર્યાં હતા. આથી ભારતીય મહિલા
ટીમના 7 વિકેટે 188 રન થયા હતા. ઈંગ્લેન્ડની બોલર લોરેન બેલે 3 વિકેટ લીધી હતી.
189
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડ મહિલા ટીમ 8 વિકેટે 1પ0 રન કરી શકી હતી. જેમાં
એમી જોન્સના 67 રન મુખ્ય હતા. ભારત તરફથી નંદિની શર્મા ડેબ્યૂ મેચમાં 23 રનમાં 3 અને
ક્રાંતિ ગૌડે 2 વિકેટ લીધી હતી.