બેંગલુરૂ, તા. 29 : કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શુક્રવારે સિદ્ધારમૈયાનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું સ્વીકાર કરી લીધું હતું. સિદ્ધારમૈયાએ એક દિવસ અગાઉ રાજીનામું સોંપ્યું હતું. લોકભવન તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે, રાજ્યપાલે સિદ્ધારમૈયાના નેતૃત્વની મંત્રીપરિષદને પણ તત્કાળ પ્રભાવથી ભંગ કરી છે. આ સાથે જ રાજ્યમાં નવા મંત્રીમંડળ અને નેતૃત્વના ગઠનની તૈયારી ઝડપી બની છે. કહેવાય છે કે સિદ્ધારમૈયાએ રાજીનામા સાથે પુત્ર યતીન્દ્ર માટે ઉપમુખ્યમંત્રી પદની મોટી માગ કરી છે.
લોકભવનથી કહેવામાં આવ્યું હતું
કે જ્યાં સુધી નવી સરકારના ગઠન અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સિદ્ધારમૈયા
મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળતા રહેશે.
આ સાથે જ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર આગામી મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી
છે.