નવી દિલ્હી, તા. 30 ઃ આઇપીએલમાં કોઈપણ ટીમને ફાઇનલ સુધી લઈ જવી કેપ્ટન માટે એક મોટી પરીક્ષા હોય છે. અમુક કેપ્ટનને ટીમ કોમ્બિનેશન બનાવા અને ફાઇનલ સુધી પહોંચવામાં વર્ષો લાગે છે તો અમુકની કેપ્ટનશીપમાં માત્ર અમુક મેચમાં જ ટીમને ફાઇનલની ટિકિટ મળે છે. આવા કેપ્ટનમાં અનિલ કુંબલે પહેલા નંબરે છે. આ ઉપરાંત રોહિત શર્મા અને હાર્દિક પંડÎા પણ યાદીમાં સામેલ છે.
અનિલ કુંબલે ઃ યાદીમાં દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલે શીર્ષ સ્થાને છે. જેણે 2009ના આઇપીએલમાં જાદુઈ કેપ્ટનશીપ કરતા માત્ર નવ મેચમાં જ બેંગલોરને આઇપીએલ 2009ના ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.
રોહિત શર્મા ઃ 2013મા પોન્ટિંગે કેપ્ટનશીપ છોડÎા બાદ રોહિતને કમાન સોંપવામાં આવી હતી. રોહિતે કેપ્ટનશીપની શરૂઆતના 12 મેચમાં
જ મુંબઈને ફાઇનલમાં પહોંચાડÎું હતું અને ટીમને પહેલી વખત ચેમ્પિયન બનાવી હતી.
ડેનિયલ વિટોરી ઃ 2011મા ડેનિયલ વિટોરીએ બેંગલોરની કમાન સંભાળી હતી. ટીમ કોમ્બિનેશન અને ક્રિસ ગેલની એન્ટ્રી સાથે વિટોરીએ સતત મુકાબલા જીત્યા હતા અને ટીમને માત્ર 12 મેચમાં
ફાઇનલમાં પહોંચાડી હતી.
રજત પાટીદાર ઃ યાદીમાં સૌથી ચોંકાવનારું નામ રજત પાટિદારનું છે. જેણે કેપ્ટન તરીકે માત્ર 12 મેના
અનુભવ સાથે જ પોતાની ટીમને આઇપીએલ ફાઇનલમાં પહોંચી છે. જે પાટિદારની શાનદાર નેતૃત્વ ક્ષમતા બતાવે છે.
શેન વોર્ન ઃ આઈપીએલની પહેલી જ સીઝનમાં શેન વોર્ને કમાલ બતાવી હતી અને ઓછો અનુભવ ધરાવતી રાજસ્થાનની ટીમને સૌથી મજબૂત બનાવી હતી. વોર્ને કેપ્ટન તરીકે શરૂઆતી 14 મેચમાં
જ ફાઇનલમાં પહોંચાડી હતી અને આઇપીએલ ઈતિહાસનો પહેલો ખિતાબ અપાવ્યો હતો.
હાર્દિક પંડÎા ઃ 2022માં ગુજરાતની ટીમે ડેબ્યૂ કર્યું હતું ત્યારે હાર્દિક કેપ્ટન બન્યો હતો. હાર્દિકે સીઝનમાં 14 મેચમાં
જ ગુજરાતને ફાઇનલની ટિકિટ અપાવી હતી અને ટીમ ચેમ્પિયન પણ બની હતી. હાર્દિકે પહેલી વખત કોઈ આઇપીએલ ટીમની કેપ્ટનશીપ કરી હતી.