• રવિવાર, 31 મે, 2026

દિલ્હીમાં આતંકી સાજિશ નાકામ : ઈંજઈંના 9 એજન્ટ દબોચાયા

- પાકિસ્તાની એજન્સી અને અંડરવર્લ્ડના ઈશારે દિલ્હીમાં અને સુરક્ષા દળો ઉપર હુમલાની તૈયારી કરી રહ્યા હતા : કાર્યવાહીમાં હથિયારો અને વિસ્ફોટકો પણ કબજે : ત્રણ રાજ્યમાં 19 સ્થળે એનઆઇએના દરોડા

 

નવી દિલ્હી, તા. 30 : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આતંકવાદી હુમલાને નાકામ કરી દીધો હતો. એનડીઆરએ એવા નવ આરોપીની ધરપકડ કરી લીધી છે જે પાકિસ્તાની આઇએસઆઇ અને મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્કના ઈશારે કામ કરી રહ્યા હતા. આ તમામ આતંકીઓને દિલ્હીની ખાસ જગ્યાઓ અને સુરક્ષા દળો ઉપર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે આ કાર્યવાહીમાં ઘણા હથિયાર અને વિસ્ફોટકો પણ બરામદ કર્યા હતા. આ દરમિયાન શનિવારે એનઆઇએએ ત્રણ રાજ્યમાં 19 સ્થળે તાબડતોડ દરોડા પાડયા હતા. જેમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુ સામેલ છે. આ કાર્યવાહી મલપ્પુરમમાં વિસ્ફોટક ભરેલો ટ્રક પકડાયા બાદ થઈ હતી.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જાણકારી આપતા કહ્યું હતું કે આઇએસઆઇ અને અંડરવર્લ્ડ સંબંધિત નવ લોકોને દિલ્હીમાં અલગ અલગ સ્થળે હુમલાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ મામલે ગુપ્ત સૂચના મળ્યા બાદ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા અમુક સમયથી પૂરા મોડયુલ ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

આરોપ છે કે દબોચાયેલા નવ શખસ પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ, મુંબઈના અંડરવર્લ્ડ અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ સંબંધિત હેન્ડલર્સના ઈશારે કામ કરી રહ્યા હતા. તમામને દિલ્હીનાં સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની જવાબદારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલા આરોપી દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસી છે તેમજ અમુક વિદેશી નાગરીક પણ

સામેલ છે.

આ અગાઉ આતંકી હુમલાની જાણકારી મળતા જ દિલ્હીને હાઇ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું હતું. ગુપ્ત સૂચના મળી હતી કે આંતકી સેન્ટ્રલ દિલ્હીના મુખ્ય વિસ્તારો કે ભીડ ધરાવતાં સ્થળોને નિશાન બનાવી શકે છે. આ માટે આત્મઘાતી હુમલા, ગાડીમાં આઇઇડી વિસ્ફોટ, ગોળીબાર વગેરે કરી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક