- દેશના પરીક્ષા કેન્દ્રોના સર્વરમાં ખામીથી મોડી શરૂ થઈ; ક્યાંક તો સાવ રદ કરી દેવી પડી
-રાહુલે
કહ્યું, એકેય પરીક્ષા યોજવા સક્ષમ નથી વિશ્વગુરુ
નવી
દિલ્હી, તા. 30 : નીટ, સીબીએસઈ બાદ હવે સીયુઈટી (ક્યૂટ) યુજીની પરીક્ષામાં ગરબડથી વિદ્યાર્થી
વાલીઓમાં ઉચાટ ફેલાયો હતો. સવારે નવ વાગ્યે શરૂ થવાની હતી, તે પરીક્ષા સવારે 11 વાગ્યે
શરૂ થઈ શકી હતી.
દેશના
અનેક પરીક્ષા કેન્દ્રો પર સર્વર અને સિસ્ટમમાં આવેલી યાંત્રિક ખામીના કારણે પરીક્ષા
સમયસર શરૂ થઈ શકી નહોતી.
કેટલાંક
કેન્દ્રો પર રાહ જોઈને થાકી ગયેલા પરીક્ષાર્થી
છાત્રોએ કહ્યું હતું કે, ચાર કલાક સુધી રાહ જોવડાવ્યા પછી પરીક્ષા રદ તકરી દેવાઈ હતી.
કોમન
યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ (ક્યૂટ) એક કોમ્પ્યુટર આધારિત પરીક્ષા છે, જેનું સંચાલન
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) કરે છે.
એનટીએના
અધિકારીઓએ કહ્યું હતું કે, ટાટા કન્સલ્ટન્સી
સર્વિસ (ટીએસસી) તરફથી યાંત્રિક ખામીના કારણે પરીક્ષા મોડી પડી. પરીક્ષા આપનાર પ્રત્યેક
છાત્રને કોઈ નુકસાન ન થાય તે માટે પૂરતો સમય અપાયો છે તેવું જણાવાયું હતું.
દેશમાં
હજી તબીબી પ્રવેશ પરીક્ષા નીટનું પેપર ફૂટવાનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એકવાર નવો
છબરડો સામે આવતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો
કરતા દેશની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયામાં
પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિશ્વગુરુ બનવાના મોટા દાવા કરનારી સરકાર એકેય પરીક્ષા
વ્યવસ્થિત યોજી શકવા સક્ષમ નથી.