• રવિવાર, 31 મે, 2026

ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત પણ સતર્કતા જરૂરી : નાણા મંત્રાલય

નવી દિલ્હી, તા. 30 : નાણા મંત્રાલયે વિભિન્ન સંકેતોના હવાલાથી ભારતીય અર્થવ્યવસ્થાના પરિદૃશ્યને મજબૂત ગણાવ્યું છે પણ સાથે પશ્ચિમ એશિયાનાં સંકટને ધ્યાને રાખીને સતર્કતાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. નાણા મંત્રાલયના માસિક રિપોર્ટ અનુસાર સેવા ક્ષેત્રમાં નિકાસ મજબૂત છે, દેશ પાસે વિદેશી હુંડિયામણનો પર્યાપ્ત ભંડાર છે અને બજારમાં સ્થિરતા છે જે એક મજબૂત આધાર પ્રદાન કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નજીકનાં ભવિષ્યમાં ભારતનું આર્થિક પરિદૃશ્ય મજબૂત છે પણ આ સાથે સતર્કતા રાખવી જોઈએ. વૈશ્વિક માહોલમાં પડકારોમાં વધારાનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું હતું કે ક્રૂડની કિંમત ઉપર છે, આર્થિક સ્થિતિ પ્રતિકુળ બની રહી છે અને દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓની વૃદ્ધિની રફતાર સુસ્ત બની રહી છે. આ તમામ કારણ ભારતીય અર્થવ્યવસ્થા માટે નકારાત્મક છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક