• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

કિંગ કોહલીનો ઓરેન્જ કેપ પર કબજો કેરિયરમાં પહેલીવાર ઇમ્પેકટ પ્લેયર બન્યો

બેંગ્લુરુ, તા.16: વિન્ટેજ વિરાટ કોહલી શાનદાર બેટિંગ ફોર્મ સાથે ઓરેન્જ કેપ પર કબજો જમાવ્યો છે. આઇપીએલની 19મી સીઝનમાં સર્વાધિક રન કરનાર બેટધરોની સૂચિમાં કિંગ કોહલી પહેલા સ્થાને આવી ગયો છે. ગઇકાલના લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધના મેચમાં આરસીબી તરફથી કેરિયરમાં પહેલીવાર ઇમ્પેકટ પ્લેયર તરીકે રમનાર કોહલીએ 34 દડમાં 49 રનની ઈનિંગ રમી હતી. આથી આરસીબીએ 1પ ઓવરમાં 147 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કોહલીના હવે પ મેચમાં કુલ 228 રન થયા છે. સનરાઇઝર્સનો વિકેટકીપર-બેટર હેનરિક કલાસેન તેનાથી ફક્ત 4 રન પાછળ રહી બીજા નંબર પર છે જ્યારે સાથી ખેલાડી અને આરસીબી કપ્તાન રજત પાટીદાર 222 સાથે ત્રીજા ક્રમ પર છે. આ ત્રણ સિવાય ઇશાન કિશન અને વૈભવ સૂર્યવંશીના 200થી વધુ રન છે.

પર્પલ કેપ લીડર બોર્ડ પર ટાઇટન્સનો પ્રસિદદ્ધ કૃષ્ણા અને સીએસકેનો અંશુલ કમ્બોજ 10-10 વિકેટ સાથે સંયુકતરૂપે પહેલા નંબર પર છે. રોયલ્સના રવિ બિશ્નોઇ અને એલએસજીના પ્રિંસ યાદવ 9-9 વિકેટ સાથે બીજા નંબર પર છે. ભુવનેશ્વર અને કુણાલના નામે 7-7 વિકેટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક