• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

વૈશાલીએ ઇતિહાસ રચ્યો : કેન્ડિડેટસ ચેસ ટૂર્નામેન્ટ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી

હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની ખેલાડી જૂ વેનજુન વિરુદ્ધ ટકરાશે

 

નવી દિલ્હી, તા.16: ભારતની મહિલા શતરંજ ખેલાડી આર. વૈશાલીએ ઇતિહાસ રચ્યો છે. સાઇપ્રસમાં આયોજિત ફિડે મહિલા કેન્ડિડેટસ ચેસ ટૂર્નામેન્ટ-2026માં વૈશાલી ચેમ્પિયન બની છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી તેણી પહેલી ભારતીય મહિલા શતરંજ ખેલાડી બની છે. આ જીત સાથે વૈશાલી હવે ચીનની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જૂ વેનજુન વિરુદ્ધ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળશે.

ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વૈશાલીની આ ઉપલબ્ધિ પર જણાવ્યું કે હવે ભારત પાસે ઓપન અને મહિલા બન્ને વિશ્વ ખિતાબના મુકાબલામાં પ્રતિનિધિત્વ કરવા મળશે. ડી. ગુકેશ પહેલાથી જ ઓપન વર્લ્ડ ચેમ્પિયન છે.

વૈશાલીએ ગઇકાલે સફેદ મોહરાથી રમતા યુક્રેનની ખેલાડી કેટેરીના લાગ્નો સામે જીત નોંધાવી હતી. વૈશાલીએ 14માંથી 8.પ પોઇન્ટ સાથે કેન્ડિડેટ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. વૈશાલીની આ ઉપલબ્ધિ ભારતીય મહિલા ચેસ ક્ષેત્રે ઐતિહાસિક છે.

ઇ-પેપરના નવા શુલ્ક