આજે ગુજરાત ટાઇટન્સના ગઢ અમદાવાદમાં કોલકતા નાઇટ રાઇડર્સ માટે કપરાં ચઢાણ
અમદાવાદ,
તા.16: સતત હારને લીધે દબાણમાં ચાલી રહેલી
ટીમ કોલકતા નાઇટ રાઇડર્સનો શુક્રવારના મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ થશે. ત્યારે જીત
માટે તરસી રહેલ કેકેઆર ટીમે ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જબરદસ્ત
દેખાવ કરવો પડશે કારણ કે શુભમન ગિલની ટીમનો આ ગઢ છે અને મોટાભાગના મેચમાં અહીં વિજય
પતાકા લહેરાવે છે. કેકેઆરની ઇલેવનમાં વ્યાપક ફેરફાર જોવા મળી શકે છે જ્યારે ગુજરાત
ટાઇટન્સ તેનું વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખવા માંગશે. નમો સ્ટેડિયમની સપાટ વિકેટ પર
ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.
કેકેઆર
હાલ પોઇન્ટ ટેબલ પર તળિયે છે. કપ્તાન અજિંકયા રહાણે અને કોચ અભિષેક નાયરના નેતૃત્વમાં
ટીમની સ્પષ્ટ રણનીતિ નજરે પડતી નથી. તેને પ મેચમાં 4 હાર મળી છે. એક મેચ પંજાબ સામે
વરસાદમાં ધોવાયો હતો. તેમાં પણ તેને હાલત પાતળી હતી. મુખ્ય બોલરોની ઇજાને લીધે પહેલાથી
જ તેની બોલિંગ લાઇન અપ નબળી પડી ચૂકી છે. હવે બેટિંગ લાઇનઅપ પણ ફિકી પડી ગઇ છે. ટીમની
મુખ્ય ચિંતા સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા વિશ્વકક્ષાના સ્પિનર્સની નિષ્ફળતા
છે. ચક્રવર્તી હજુ સુધી એક વિકેટ પણ લઇ શકયો નથી. કેકેઆરનો બેટિંગ ક્રમ પણ સ્પષ્ટ નથી.
પાછલા મેચમાં નારાયણ ઓપનિંગમાં આવ્યો હતો. મનીષ પાંડે અને રાહુલ ત્રિપાઠી જેવા અનુભવી
બેટધરને હજુ સુધી તક મળી નથી.
ગુજરાત
ટાઇટન્સને ઘરેલુ મેદાન જે તેનો ગઢ ગણાય છે ત્યાં આ સીઝનમાં જીત મળી નથી. અહીં તે એક
મેચ રાજસ્થાન સામે રમી છે અને હારનો સામનો કર્યો છે. જીટીની બોલિંગ-બેટિંગ મજબૂત છે.
કપ્તાન શુભમન ગિલ અને જોશ બટલરના સારા ફોર્મને લીધે ટીમ વધુ સંતુલિત બની છે. જો કે
ટીમના મીડલઓર્ડરમાં કોઇ મોટી કે આતશી બેટિંગ કરે તેવો કોઇ બેટધર નજરે પડતો નથી. વોશિંગ્ટન
સુંદર, શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા પાસે આ કલા છે, પણ તેઓ હજુ સુધી ઝળકી શક્યા નથી.