નવી દિલ્હી, તા. 16 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પૂર્ણ નાકાબંધીની ઘોષણા કરી દીધી છે. આ સાથે અમેરિકી નૌકાદળે યુદ્ધજહાજને સ્ટ્રેટની બહાર તૈનાત કરી દેવાયા છે. તેમજ અમેરિકી વાયુસેના પોતાની અત્યાધુનિક દેખરેખ પ્રણાલી સાથે પૂરા માર્ગને સીલ કરવાની કોશિશમાં છે. આ દરમિયાન ભારતના 15 જહાજો હોર્મુઝમાં ફસાયેલા છે. જેના માટે આગામી 24-48 કલાક ખુબ જ મહત્ત્વના છે.
ભારતનું
શરૂઆતી અનુમમાન છે કે જો અમેરિકી પ્રતિબંધ પ્રભાવી રીતે લાગુ થશે તો તે ફાયદારૂપ રહેશે
કારણ કે નાકાબંધી માત્ર ઈરાની પોર્ટથી આવતા જહાજો સુધી સીમિત છે. જ્યારે ઈરાન સાથે
ભારતનો કારોબાર ખુબ જ સીમિત છે. હોર્મુઝમાં ભારતના જે 15 જહાજ ફસાયેલા છે જે ઈરાન સિવાયના
પોર્ટથી ક્રૂડ, ગેસ લઈને આવી રહ્યા છે.
અમેરિકી
નાકાબંધી હેઠળ ઈરાનના પ્રમુખ પોર્ટથી તમામ જહાજો ઉપર રોક લાગી છે. જ્યારે અન્ય દેશના
પોર્ટથી આવતા જતા જહાજોને અમેરિકા સક્રિય મદદ અને સુરક્ષા પ્રદાન કરશે. ભારતના કુલ
ક્રૂડ આયાતના 40-55 ટકા ઈરાન સિવાયના પોર્ટમાંથી જ થાય છે.