• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

પીઠડિયા ટોલ પ્લાઝાના કર્મચારીની દાદાગીરી, ધોરાજી કોર્ટના કારકૂનને માર માર્યો

ફાસ્ટેગ હોવા છતાં વાર કેમ લાગે છે તેવું પૂછતાં કારકૂન પર ટોલ પ્લાઝાનો સ્ટાફ તૂટી પડયો ઢીકા પાટુનો માર માર્યો

જેતપુર, તા.6 : જેતપુરના પીઠડિયા પાસે પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર લઈને નીકળેલા ધોરાજી કોર્ટના કારકૂને ફાસ્ટેગ હોવા છતાં ગાડી પસાર થતા વાર કેમ લાગે છે એટલું પૂછતાં ટોલ પ્લાઝાના કર્મચારીઓએ કારકૂનને ઢીકાપાટુનો મારમાર્યા હોવાનું વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  પીઠડિયા ટોલ પ્લાઝા પર ધોરાજી કોર્ટમાં કારકૂન તરીકે ફરજ બજાવતા ભગીરથાસિંહ ઝાલા પોતાની કાર લઈને નીકળતા એક ટોલ બૂથની લાઇનમાં તેમની કાર આગળ બીજી બે કાર હોવાથી ટોલ પ્લાઝાના કર્મચારીએ બીજી લાઇનમાં આવી જવા ઈશારો કર્યો. જેથી તેઓ બીજી લાઇનમાં આવી ગયા અને પૂછ્યું કે ફાસ્ટેગ હોવા છતાં આટલીવાર કેમ લાગે છે એટલીવારમાં ટોલના કર્મચારીઓ ત્યાં આવી અમારા કર્મચારી સાથે કેમ લપ કરે છે તેમ કહી લાફા મારવા લાગ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા જેમાં તેઓ મારતા મારતા ગઢવી તથા સત્યજિતાસિંહ એવું બોલતા હતા. ટોલ પ્લાઝાના માણસોના હુમલાને કારણે કારકૂને 112 જનરક્ષક હેલ્પલાઇન પર કોલ કરી પોલીસ બોલાવી વીરપુર પોલીસ સ્ટેશને જઈ ઉપરોક્ત મુજબ ફરિયાદ નોંધાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક