ખુદ સરકારે સંસદમાં જાણકારી આપી; સાથોસાથ ખાનગી શાળાની સંખ્યા વધી છે
નવી
દિલ્હી, તા. 7 : દેશમાં છેલ્લાં 10 વર્ષમાં 93 હજારથી વધારે શાળાને તાળાં લાગી ચૂક્યાં
છે, જેમાંથી મોટાભાગની શાળાઓ પહેલાં છ વર્ષમાં જ બંધ થઇ ચૂકી છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં
આ સંખ્યા સૌથી વધુ છે, તેવી જાણકારી ખુદ સરકારે સંસદમાં આપી હતી.
કેન્દ્રીય
શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં રાજસ્થાનના સિકરના સીપીઆઇ (એમ) સાંસદ અમરા
રામના સવાલના જવાબમાં જાણકારી આપી હતી.
સરકારી
આંકડા અનુસાર 2014-15થી 2019-20ના પ્રથમ છ
વર્ષમાં જ 70 હજારથી વધુ શાળાને તાળાં લાગ્યાં હતાં.
ત્યારબાદ
2020-21થી 2024-25 વચ્ચે 18,727 શાળા બંધ થઇ હતી. પ્રથમ છ વર્ષ દરમિયાન દેશમાં સૌથી
વધુ 24,590 શાળા ઉત્તરપ્રદેશમાં બંધ થઇ હતી.
દરમ્યાન,
સરકારી શાળાઓ બંધ થવાની સમાંતરે દેશમાં નવી
શરૂ થવા માંડેલી ખાનગી શાળાઓની સંખ્યા વધી છે.