એક પોલીસકર્મીનું મૃત્યુ થયાનાં અહેવાલ : ઘાયલોમાંથી ઘણાંની હાલત નાજુક
નવી
દિલ્હી, તા.7: હરિયાણાના ફરીદાબાદમાં યોજાયેલા સૂરજકુંડ મેળામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ
છે. અહીં મેળામાં એક ઝૂલો તૂટી પડતાં અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકો ગંભીર રીતે
ઘાયલ થયા છે જ્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં
દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાકની સ્થિતિ નાજુક છે. ફરીદાબાદ પોલીસએ હજી સુધી
કોઈના મૃત્યુની પુષ્ટિ ન કરી છે. ઘટનાસ્થળે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓનાં
કહેવા અનુસારે લગભગ 6:15 વાગ્યે સૂરજકુંડ મેળામાં લોકો ઝૂલાની પર મોજ માણી રહ્યા હતાં
ત્યારે જ ઝૂલામાં ટેકનિકલ ખામી આવી ગઈ, જેના કારણે ઝૂલામાં બેઠેલા લોકોને ઝટકા લાગવા
લાગ્યા. ત્રીજા ઝટકાથી ઝૂલો નીચે ખાબકી ગયો હતો. આ ઘટનાથી ત્યાં ભારે અફરાતફરી મચી
ગઈ.
દુર્ઘટનામાં
લગભગ 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે તરત જ ઝૂલામાં બેઠા લોકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો
હતો. આ દરમિયાન એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો, કારણકે ઝૂલાનો મોટો ભાગ તેમના પેટમાં
ઘૂસ ગયો હતો. ઘાયલોને તરત જ ચાર્મવૂડ વિલેજ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
સૂરજકુંડ
મેળામાં આજના દિવસે બનેલી આ બીજી દુર્ઘટના હતી. આ પહેલા ગેટ નંબર 2 પાસે બનેલા બુંદેલખંડ
ગેટ પડવાથી એક વ્યક્તિને ઈજા થઈ હતી.