• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

સુરતમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિઝ સાથે આરોપી ઝડપાયો

સુરત, તા. 7: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રાખી શુકન ત્રણ રસ્તા પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટિઝ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના રાંદેર પોલીસ મથકની પોલીસની ટીમને બાતમી મળી હતી કે સમીર ઉર્ફે બાટલો સલીમભાઈ શેખ જેણે શરીરે કાળા કલરનો શર્ટ તથા કાળા કલરની ટોપી તથા બ્લ્યૂ કલરનું જીન્સ - પેન્ટ પહેરેલું છે જે પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ જેવું વેપન રાખી શુકન ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે. જે બાતમી હકીકત આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી સમીર ઉર્ફે બાટલો સલીમ ભાઈ શેખ(ઉં.20)ને ઝડપી પાડી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટિઝ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી સમીરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે આશરે આઠેક મહિના પહેલા મધ્યપ્રદેશ ખાતે ટ્રકમાં ગયેલો ત્યારે ત્યાંથી કોઈની એક દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટિઝ ચોરી લીધેલ અને પોતાને હથિયાર રાખવાનો શોખ હોવાથી તે સુરત લઈ આવેલો અને પછી કોઇ દિવસ પકડાઈ જશે એવો ડર લાગતાં વેચવા માટે ગ્રાહક શોધતો હતો અને ગ્રાહક મળી આવ્યે વેચવાની પેરવીમાં હતો તે દરમિયાન પકડાઈ જવાની કબૂલાત કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક