આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 50 સદી પુરી કરનારો 10મો ખેલાડી બન્યો : ડેવિડ વોર્નરને પાછળ છોડયો
સિડની,
તા. 25 : હિટમેન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક અદ્ભુત ઉપલબ્ધિ પોતાના નામે
કરી છે. રોહિત શર્માએ સદીની અર્ધસદી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરી છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં કમબેક કરતા જ પોતાના પ્રદર્શનથી આલોચકોની બોલતી બંધ કરી છે. ઓસ્ટ્રેલિયા
સામે ત્રણ મેચની વનડે શ્રેણીના બીજા મેચમાં અર્ધસદી અને ત્રીજા મેચમાં સદી કરીને આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં સદીની અર્ધસદી સુધી પહોંચી ગયો છે અને આ ઉપલબ્ધિ મેળવનારો દુનિયાનો 10મો
ખેલાડી બન્યો છે. તેમજ ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે.
રોહિત
શર્માએ સિડનીમાં રમાયેલા વનડેમાં 105 બોલમાં સદી પુરી કરી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
50મી સદી હતી. વનડે ક્રિકેટમાં રોહિતના બેટથી 33 સદી થઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં 12 અને
ટી20મા રોહિતે 5 સદી કરી છે. આ રીતે કુલ સદીની સંખ્યા 50 થઈ છે. 50 કે તેથી વધારે વખત
સદી રોહિત પહેલા માત્ર નવ ખેલાડી કરી શક્યા છે. 49 સદી સાથે ડેવિડ વોર્નર 10મા ક્રમાંકે
હતો. જે હવે 11મા ક્રમાંકે પહોંચી ગયો છે.
રોહિત
શર્માએ 63 બોલમાં છ ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અર્ધસદી પૂરી કરી હતી. જો કે સદી
105 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પુરી કરી હતી. રોહિત શર્મા 50 કે તેથી વધારે
આંતરરાષ્ટ્રીય સદી કરનારો ભારતનો ત્રીજો બેટ્સમેન છે. સચિને 100 અને વિરાટ કોહલીએ 82 સદી કરી છે. વનડે ક્રિકેટમાં સૌથી વધારે
સદી કરનારો ત્રીજો ખેલાડી રોહિત શર્મા છે. આ યાદીમાં પણ વિરાટ કોહલી અને સચિન આગળ છે.
વિરાટે 51 અને સચિને 49 વનડે સદી કરી છે.