કુઆલાલમ્પુર, તા.16: ભારતીય જૂનિયર હોકી ટીમનો સુલ્તાન જોહોર કપમાં ઓસ્ટ્રેલિયા સામે 2-4 ગોલથી પરાજય થયો છે. ભારતીય યુવા હોકી ટીમની ટૂર્નામેન્ટમાં આ પહેલી હાર છે. આ પહેલા પાકિસ્તાન સામેનો મેચ 3-3 ગોલથી ડ્રો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના મેચમાં ભારત તરફથી કપ્તાન રોહિતે 22મી અને અર્શદીપ સિંહે 60મી મિનિટે ગોલ કર્યાં હતા જ્યારે વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા તરફથી ઓસ્કાર સ્પ્રાઉલે 39મી અને 42મી મિનિટે, એન્ડ્રુ પેટ્રિકે 40મી અને કપ્તાન ડાયલન ડાઉનીએ પ1મી મિનિટે ગોલ કર્યાં હતા. ભારતીય ટીમ હવે શુક્રવારે યજમાન ટીમ મલેશિયાનો સામનો કરશે.