CCU અને ICUમાં સમાન માપદંડ સંબંધિત મુદ્દે
અવમાનનાની કાર્યવાહીની તૈયારી
નવી
દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને અવમાનના નોટિસ
જારી કરી છે. શીર્ષ અદાલતે આ નોટિસ આઈસીયુ અને સીસીયુ સુવિધાઓમાં રોગી સુરક્ષા માટે
સમાન માપદંડ તૈયાર કરવાના અદાલતના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ જારી
કરી છે.
રિપોર્ટ
અનુસાર જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એનકે સિંહની ખંડપીઠ દ્વારા કારણદર્શક
નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખંડપીઠે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધિત
અતિરિક્ટ મુખ્ય સચિવો અથવા થો સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને કારણ દર્શક સોગંદનામા
સાથે 20 નવેમ્બરના રોજ વ્યક્તિગત રીતે ન્યાયાલયમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં
કહેવામાં આવ્યું છે કે ન્યાયાલય પ્રત્યે બેદરકારીભર્યા વલણ માટે તેમની સામે કાર્યવાહી
કેમ કરવામાં ન આવે ? પીઠે નોટિસમાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ પ્રકારની બહાનાબાજી ઉપર
વિચાર કરવામાં આવશે નહીં. કોર્ટ એક એવા મામલા સંબંધિત સુનાવણી કરી રહી હતી જેની શરૂઆત
2016મા થઈ હતી. મૂળ ફરિયાદ ખાનગી હોસ્પિટલમાં બેદકરકારી અને આઈસીયુ તેમજ સીસીયુ માટે
સમાન માપદંડના અભાવ સંબંધિત હતી. અરજી 2024મા ખારિજ થઈ હતી પણ સર્વોચ્ચ ન્યાયાલયે દેશભરમાં
સીસીયુના માપદંડ મુદ્દે વ્યાપાક દેખરેખ રાખવાનો નિર્ણય લીધો હતો.