વીડિયોમાં
આપત્તિજનક મુદ્રાઓ રજૂ કરી
નવી
દિલ્હી તા.1પ: એશિયા કપ વખતે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ટીમ સાથે હાથ મિલાવ્યા ન હતા.
જેના લીધો ઘણો વિવાદ થયો હતો. હવે આ મામલે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓના
આ વલણની મજાક કરી નવો વિવાદ ઉભો કર્યોં છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ
થઇ રહ્યો છે. વીડિયોમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ, ગ્લેન મેકસવેલ અને ઝેક ફ્રેઝર
જેવા જાણીતા ખેલાડીઓ જોવા મળે છે.
ભારત
સામેની વન ડે શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયા ટીમના પુરુષ અને મહિલા ક્રિકેટરનો એક વ્યંગાત્મક
વીડિયો કેયો સ્પોર્ટ્સ નામક નેટવર્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોં છે. જેમાં એન્કર
કહે છે કે ભારત એક શાનદાર ટીમ છે, પણ અમે તેની એક નબળાઇ શોધી લીધી છે. તેમને હેન્ડશેક
પસંદ નથી. તો આપણે શું કરશું. આ પછી ઓસ્ટ્રેલિયાની મહિલા અને પુરુષ ક્રિકેટર હેન્ડશેકના
બદલે નવી નવી મુદ્રા બતાવે છે. જેમાંની કેટલીક આપત્તિજનક છે. વિવાદ પછી કેયો સ્પોર્ટસ
દ્રારા વીડિયો દૂર કરી દેવામાં આવ્યો હતો.