• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ઇશાન કિશનની સદી પૃથ્વી શો ઝીરોમાં આઉટ

નવી દિલ્હી તા.1પ: રણજી ટ્રોફી 202પ-26 સીઝનનો આજથી પ્રારંભ થયો છે. આજે તામિલનાડુ સામેના મેચમાં ઝારંખડ ટીમ તરફથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા વિકેટકીપર ઇશાન કિશને શાનદાર સદી ફટકારી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. તે 2023માં ભારત તરફથી આખરી મેચ રમ્યો હતો. ઇશાન કિશન 183 દડામાં 14 ચોક્કા અને 2 છક્કાથી 12પ રને નોટઆઉટ રહ્યો હતો. આથી ઝારખંડના પહેલા દિવસના અંતે 6 વિકેટે 307 રન થયા હતા.

બીજી તરફ મહારાષ્ટ્ર તરફથી પહેલીવાર રણજી ટ્રોફી રમી રહેલ પૃથ્વી શો ઝીરોમાં આઉટ થયો હતો. કેરળ સામેના મેચમાં મહારાષ્ટ્ર ટીમે ઝીરોમાં 3 વિકેટ ગુમાવી દીધા પછી પ9 ઓવરમાં 7 વિકેટે 179 રન કર્યાં હતા. વરસાદને લીધે રમત વહેલી બંધ રહી હતી. મહરાષ્ટ્ર તરફથી ઋતુરાજ ગાયકવાડે 91 રન કર્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક