જિજઅઈંનો નિર્દેશ : ડબલ્યુએચઓ દ્વારા મંજૂર પ્રોડક્ટસ ઘછજ શબ્દનો ઉપયોગ કરી શકશે
નવી
દિલ્હી, તા. 16 : એફએસએસએઆઈએ ખાદ્ય પદાર્થોના બ્રાન્ડ નેમમાં ઓઆરએસ શબ્દના ઉપયોગ ઉપર
રોક મુકી છે. હવે કોઈપણ બ્રાન્ડને ઉત્પાદન ઉપર ઓઆરએસનું લેબલ લગાડતા પહેલા ડબલ્યુએચઓની
મંજૂરી લેવાની રહેશે. એફએસએસએઆઈએ તમામ કંપનીઓની પ્રોડક્ટના નામમાં ઓઆરએસ શબ્દનો પ્રયોગ
ન કરવાનો આદેશ આપ્યો છે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે. હકીકતમાં એફએસએસએઆઈએ ખાદ્ય પ્રોડક્ટને લઈને તમામ કંપનીઓ માટે આ આદેશ
જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ કંપની ફૂડ કે ડ્રિંક પ્રોડક્ટના
નામમાં ઓઆરએસ જોડી શકશે નહીં. તમામ કંપનીઓને આ શબ્દ હટાવી દેવા નિર્દેશ અપાયો છે. આ
પહેલા 14 જુલાઈ 2022 અને 2 ફેબ્રુઆરી 2024ના આદેશમાં ઓઆરએસ શબ્દ જોડવાની અનુમતિ મળી
હતી. જો કે ઉત્પાદન ઉપર ચેતવણી જરૂરી હતી કે ડબલ્યુએચઓ દ્વારા મંજૂર ઓઆરએસ ફોર્મ્યુલા
નથી. જો કે હવે આ આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. એફએસએસએઆઈના આદેશ બાદ પણ જો કોઈ
કંપની પોતાના પ્રોડક્ટ સાથે ઓઆરએસ શબ્દનો ઉપયોગ કરશે તો તેની સામે એફએસએસએઆઈ એક્ટ,2006ની
ધારા 23 અને 24નું ઉલ્લંઘન માનવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.