• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

કપ્તાન હિલીની સદીથી બાંગલાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય

મહિલા વન ડે વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં ટોચ પર

વિશાખાપટ્ટનમ તા.16: પહેલા બોલર્સના શાનદાર દેખાવ પછી કપ્તાન એલિસા હિલીની વધુ એક શાનદાર સદીની મદદથી બાંગલાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે જોરદાર વિજય થયો હતો. વધુ એક જીતથી મહિલા વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમ પોઇન્ટ ટેબલ પર 9 અંક સાથે ટોચ પર આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 1પ1 દડા બાકી રહેતા વિજય થયો હતો. એલિસા હિલી 77 દડામાં 20 ચોક્કાથી 113 રને અને ફીબી લિચફિલ્ડ 84 રને નોટઆઉટ રહ્યા હતા. 199 રનનો વિજય લક્ષ્ય ઓસ્ટ્રેલિયાએ માત્ર 24.પ ઓવરમાં વિના વિકેટે સર કરી લીધો હતો.

આ પહેલા ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર બાંગલાદેશ ટીમના પ0 ઓવરમાં 9 વિકેટે 198 રન થયા હતા. જેમાં શોભના મોસ્તારીના 80 દડામાં 9 ચોક્કાથી અણનમ 66 રન મુખ્ય હતા. જયારે રૂબ્યા હૈદરે 44 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન નિગાર સુલ્તાના 12 રને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ તરફથી એશ્લી ગાર્ડનર, એનાબેલ સદરલેંડ, અલાના કિંગ અને જોર્જિયા વેયરહમે 2-2 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક