સ્ટાલિન
સરકાર દ્વારા હિંદી વિરોધી ખરડો રજૂ કરવા હિલચાલ
નવી
દિલ્હી, તા. 15 : દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં ભાષ વિવાદ વધારે ઘેરો બનવાની આશંકા
વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની આગેવાનીની
સરકાર વિધાનસભામાં હિંદી ભાષા સામે એક ખરડો રજૂ કરવાની છે. હજી સુધી ખરડા અંગે સત્તાવાર
રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ પહેલા પણ ડીએમકે દ્વારા આરોપ મુકાયા છે કે કેન્દ્ર
સરકાર તમિલનાડુમાં હિંદી ભાષા થોપી રહી છે.
એક
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તમ્લિનાડુ સરકાર રાજ્યમાં હિંદુ
ભાષા લાગુ કરવાના વિરોધમાં ખરડો રજૂ કરવાની છે. આ સંબંધે કાયદાના જાણકારોની એક બેઠક
બોલાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર આ બિલમાં તમિલનાડુમાં હિંદી ભાષામાં હોર્ડિંગ, બોર્ડ,
ફિલ્મો અને ગીત ઉપર રોક મુકવાની વાત કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સંવિધાનના
નિયમો હેઠળ ખરડો રજૂ કરવામાં આવશે.
રિપોર્ટ
અનુસાર ડીએમકેના વરિષ્ઠ નેતા ટીકેએસ એલનગોવનના કહેવા પ્રમાણે તેઓ સંવિધાનથી વિરૂદ્ધ
કંઈ પણ કરવા માગતા નથી. સંવિધાનનું પાલન કરવામાં આવશે. તેમજ પોતે હિંદી થોપવાના વિરોધમાં
હોવાનું પણ કહ્યું હતું.