• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ.50 લાખની ખંડણી માંગનારા બે પકડાયા

ક્રાઈમ બ્રાંચ અને કઈઇની ટીમે અપહ્યત વેપારીને રાજકોટમાંથી મુક્ત કરાવી બે ખંડણીખોર શખ્સોને દબોચી લીધા: અન્ય બે શખ્સોની શોધખોળ

ભાવનગર, તા.16: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા સાડીના વેપારીનું અપહરણ કરી તેના છુટકારા બદલ રૂ.પ0 લાખની ખંડણી માંગનાર ભાવનગર અને રાજકોટના શખ્સને પોલીસે રાજકોટથી ઝડપી લીધા છે. જ્યારે રાજકોટના ત્રણ અન્યને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ બાપા મંદિર પાસે આવેલી હાટકેશ્વર સોસાયટીમાં રહેતા અને સાડીના વેપારી કમલેશગીરી ગોસ્વામી ગત તા.11મીથી તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા. દરમ્યાનમાં ગત તા.13મીએ પરિવારજનો પર અપહરણકારોનો ફોન આવ્યો હતો. અને કમલેશગીરી ગોસ્વામી તેના કબ્જામાં હોવાનું જણાવી તેની મુક્તી માટે રૂપીયા પ0 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આથી પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. પરિવારજનોએ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને ફોન કરી હકીકત જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસ.પી. દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર.વાળાને તાકિદે સુચના આપી અને વેપારીની મુક્તિ માટે તથા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. આથી એલસીબી પીઆઈના માર્ગદર્શન તળે પીએસઆઈ પી.ડી.ઝાલા તથા વી.સી.જાડેજા તથા સ્ટાફે દરમિયાન માહિતી મળી હતી કે, અપહરણકારોએ વેપારીને રાજકોટ ખાતે ગેંધી રાખ્યા છે. આથી પોલીસ ટીમે રાજકોટ દોડી જઈ અને વેપારી કમલેશીગીરી ગોસ્વામીને મુક્ત કરાવ્યા હતા. જ્યારે સ્થળ પરથી અપહરણકાર ગોપાલભાઈ બોઘાભાઈ બાંબા (રે.માલધારી સોસાયટી, ભાવનગર હાલ નારી) અને કાનાભાઈ રાજેશભાઈ ટોળીયા (રહે. થોરાળા મેઈન રોડ, રાજકોટ)ને પકડી લીધા હતા. તપાસ દરમ્યાન આ ગુનામાં ભરત હમીરભાઈ ટોળીયા, દિનેશભાઈ તથા કાના પટેલ (રહે. તમામ રાજકોટ)ના નામ ખુલ્યા છે જેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક